માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ

📍 તાત્કાલિક સમાચાર – જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા🎙 અહેવાલ : પ્રતાપ સિસોદિયા

🅱️ એંકર:
માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ચોરવાડ પોલીસે પોલીસે પકડી પાડી મોટી કાર્યવાહી કરી છે.

🚨 કારમાં બનાવેલું ‘ચોર ખાનું’:
ચોરવાડ પોલીસને બાતમી મળતા પીઆઈ એસ.આઈ. મંધરા ની સૂચનાથી ગડુ ગામે ખેરા રોડ પાસે આવેલ આગાખાન ઓફિસ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમ્યાન ચેક કરવામાં આવેલી સેન્ટ્રો કાર (GJ-21-M-6589) માંથી પાછળની સીટ નીચે બનાવેલા ચોરખાનામાં છુપાવેલો ભારતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો.

🍾 કુલ મુદ્દામાલ – ₹1,52,440:
પોલીસે ઘટનાસ્થળેથી કુલ ₹1,52,440/- ના મુદ્દામાલ સાથે દારૂ જપ્ત કર્યો અને બે આરોપીઓ –
🔹 વિશાલ ઉર્ફે ભુરો દિનેશભાઈ વાળા
🔹 વિપુલ ઉર્ફે લાલો ગોરધનભાઈ કવા
રહે-ગડુ, બંનેને ઝડપી પાડ્યા.

🕵️‍♂️ ત્રિજું આરોપી ફરાર – તપાસ ચાલુ:
ત્રીજો આરોપી – સલીમ ગુલમહમદ રહે-જુનાગઢ ને પકડવા પોલીસની ટીમે કાર્યવાહી શરૂ કરી છે.

👮 ટીમમાં જોડાયેલ સ્ટાફ:
આ કામગીરી પો.હેડકોન્સ. એચ.બી. ડોડીયા, ભરતસિંહ સિસોદિયા, ભાવસિંહ મોરી, સુખદેવસિંહ સિસોદિયા, રાજા ગરચર સહિતની ટીમે ખૂબ જ ચુસ્ત પેટ્રોલિંગ દરમિયાન સફળતાપૂર્વક અંજામ આપી.

📌 અંતે:
ચોરવાડ પોલીસની કામગીરી દ્વારા ગામમાં દારૂ હેરાફેરીના રેકેટ સામે મોટો કસોટીનો દોર ચડ્યો છે, જેનાથી જિલ્લાના શાંતિસ્વરૂપ વાતાવરણમાં બગાડ લાવનાર તત્વો સામે કડક સંદેશો પહોંચ્યો છે.