માળીયા હાટીના:
માળીયા હાટીના તાલુકાની 12 ગ્રામ પંચાયતો માટે આજે મતગણતરીનું કાર્ય ભારે આતુરતા અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે.
ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમ સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓને મતગણતરી રૂમ સુધી સલામત પહોંચાડી હતી. તાલુકા મથકે આવેલા ચુંટણી કેન્દ્રમાં તંત્ર દ્વારા 4 અલગ-અલગ રૂમમાં અલગ-અલગ ગામની મતગણતરી શરૂ કરવામાં આવી છે.
આ ચૂંટણીમાં 6 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, 1 મધ્યસ્થ ગ્રામ પંચાયત તથા 5 ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ સરપંચના પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. આજે સરપંચ તેમજ વોર્ડના સભ્યોના મતોની ગણતરી કરવામાં આવી રહી છે.
ઉમેદવારો અને તેમના મોટી સંખ્યામાં આવેલા સમર્થકોના ટોળાંએ પોતાના ઉમેદવારોના વિજય માટે આતુરતાપૂર્વક રાહ જોવી પડી રહી છે. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
રિપોર્ટર: પ્રતાપ સીસોદીયા – માળીયા હાટીના