
જૂનાગઢ
માળીયાહાટીના તાલુકામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA)ના લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ બનાવવાના માટે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જૂનાગઢની સૂચના મુજબ યોજાયેલા આ કેમ્પમાં તાલુકાના દરેક ગામે આરોગ્ય કર્મચારીઓ – MPHW, CHO, FHW દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ લાભાર્થીઓના ડેટા લીધા ગયા અને આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા.
આ કામગીરી NFSA લાભાર્થીઓ સુધી આરોગ્ય સુરક્ષા પહોંચાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ વિવિધ ગામોમાં આવી ઝુંબેશ ચાલુ રહેશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ