માળીયા હાટીના પંથક માં મેઘ મહેર થતાં વાવણી ના શ્રી ગણેશ સાથે શરૂઆત.

જૂનાગઢ

માળીયા હાટીના તથા ગીર વિસ્તારમાં ઘણા દિવસના અસહ્યય ઉકળાટ બાદ બે દિવસ થયા વરસાદના ઝાપટાં સાથે આશરે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો દ્વારા વાવણી ની શરૂઆત કરાઈ.ગીર વિસ્તારમાં ચોમાસુ પાક માં મુખ્ય મગફળીની વાવણી કરે છે ખેડૂતો..

પરંપરાગત રીતે કરે છે ખેડૂતો વાવણી, પહેલા બળદ ગાડું જોડી સણગાર કરી બળદોનું પૂજન કરી ગોળ ખવડાવી ધરતીમાં નું પૂજન કરી કરાતી વાદળી…હાલ ટ્રેકટર ને ચાંદલા કરી પૂજન કરી વાવણી કરાઈ છે…

તાલુકાના મોટા ભાગના ખેતરોમાં વાવણીની શરૂઆત કરી ખેડૂતો દ્વારા ઘરે લાપસી ના આંધણ મૂકી મિસ્ટ ભોજન જેવી વાનગીઓ બનાવી મજુરોને પણ કરાવાય છે ભોજન.

અહેવાલ :- પ્રતાપ સિસોદિયા (માળીયા હાટીના)