મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૪ મહાનગરોમાં બે કિલોમીટર લાંબી મેગા પરેડનું આયોજન.

ભાવનગર

“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૪ મહાનગરોમાં બે કિલોમીટર લાંબી મેગા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા “હર ઘર તિરંગા”ની થીમ પર આધારિત સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓને આવરી લેતો ટેબ્લો તૈયાર કરીને યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ ટેબ્લોમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ અંગેનો ટેબ્લો પણ તૈયાર કરવામાં આવ્યો છે.

સરકારશ્રીના વિવિધ વિભાગો સહિત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા આ ટેબ્લો ગઈકાલ તારીખ ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ શહેરમાં ફેરવવામાં આવ્યો હતો.જ્યારે તારીખ ૧૧ ઓગસ્ટના રોજ સુરત અને તારીખ ૧૨ ઓગસ્ટના રોજ વડોદરા તથા તારીખ ૧૩ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મેગા પરેડમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો ટેબ્લો ફેરવવામાં આવશે.

એહવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)