મોમ્બાસા – કેન્યા ખાતે યોજાયેલ NEDAC ની જનરલ એસેમ્બલીમાં શ્રીદિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા.

“સહકારી અને કૃષિ પ્રણાલીઓના કેન્યાના મોડેલને સમજવું.” થીમ સાથે તા. ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી સુધી કેન્યા ખાતે વિવિધ બેઠકો અને પ્રમુખ સહકારી સમિતિની મુલાકાત પણ લેશે.
NEDAC એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં કૃષિ સહકારી મંડળીઓને આગળ વધારવા માટે સમર્પિત એક પ્રાદેશિક પ્લેટફોર્મ છે. 1991 માં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO), આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન (ICA) અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) ના સહયોગ દ્વારા સ્થાપિત, NEDAC નું મુખ્ય મથક થાઇલેન્ડમાં છે અને હાલમાં 12 દેશોમાં 25 ટોચના સહકારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે.


NCDC ના MD પંકજ કુમાર બંસલ, NAFSCOB ના CEO ભીમા સુબ્રમણ્યમ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલ, ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રીમતી ગીતા સંઘાણી, NCUI ના CEO ડૉ. સુધીર મહાજન સહિત વિશ્વના વિવિધ દેશોના અન્ય સહકારી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ