મોરબી પોલીસ નું સફળ ઓપરેશન ચાર દિવસ ની મહેનત બાદ મળી સફળતા..

મોરબી

મોરબી પોલીસ ને મળેલી ફરિયાદ અન્વયે મોરબી માં રહેતા અને મોબાઈલ ની દુકાન ચલાવતા રાજસ્થાની પરિવાર નો બાળક જેમનું નામ દશરથપૂરી સુનપુરી ગોસ્વામી જાતે બાવાજી 13 વર્ષીય રહે .હાલ મોરબી મૂળ રહે.રાઉતા તા.બાઘોડ.જિલ્લો સાંચોર રાજસ્થાન ગુમ થયાની ફરિયાદ મળતા મોરબી સીટી A ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ નો ધમ ધમાટ શરૂ થયો ત્યારે ચાર દિવસ ની મહેનત બાદ મોરબી પોલીસ ASI રાજદીપ સિંહ રાણા.હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજા.પો.કોન્સ સિદ્ધરાજસિંહ જાડેજા દ્વારા CCTV ના લોકેશન ના આધારે તપાસ કરતા જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામ થી બાળક દશરથ પુરી મળી આવતા હાશકારો મેળવ્યો હતો..

બાળક ના જણાવ્યા પ્રમાણે તેમને સાધ્વી દ્વારા પ્રથમ ચોકલેટ આપવામાં આવેલી હતી ત્યારે પછી આ બાળક તેમની પાછળ હતો ત્યારે બાદ અન્ય જગ્યા પર જઈ તેમની સાથે મંત્રોચ્ચાર કરી તેમના પર લીંબુ નો ઉતારો કરી માથા પર કકું પણ છાટવા માં આવેલ હતું

આવા કૃત્યો કરી આ સાધ્વી બાળક પર શુ કરવા માંગતી હશે એ પહેલાજ કેશોદ ના કેવદરા પાટિયા નજીક આવેલ આશ્રમ ખાતે આ સાધ્વી ગયેલી અને ત્યાં બાળક રમતો થયો એટલે તેમનો પીછો છોડાવી ટ્રાવેલ્સ માં રફુચક્કર થઈ ગઈ હતી ત્યારે તેની મોરબી પોલીસ દ્વારા મેંદરડા થી પકડી પાડવા માં આવેલી અને બાળક પણ તેમની પાછળ ઘંસારી ના પાટિયા નજીક ઉતરી જતા ત્યાં ચાલતા નંદી આશ્રમ ના કાર્યકરો .જયદીપસિંહ જાડેજા.અને રાકેશ ગરેજા તેમજ તેમના સાથીદારો ને ધ્યાને આવતા તેમને આશ્રમ પર લઈ જઈ અને જમાડયો કપડા લઈ આપ્યા અને બેસાડી પૂછતાં સત્ય બહાર આવ્યું હતું ત્યારે કેશોદ પોલીસ અને મોરબી પોલીસ ના સંયુક્ત ઓપરેશન ને સફળતા મળી હતી અને બાળક હેમખેમ મોરબી પોલીસ ને સોંપવામાં આવેલ હતો

ત્યારે આ પર થી જોવાનું એ રહ્યું કે આપના લાડકવાયા બાળકો ની સાર સંભાળ રાખવી જરૂરી છે બાકી વધુ સમય ગાફલત માં રહેવાથી આવા લોકો ની કરામત કામ કરી જાય છે અને પરિવાર ને હાથ ધોઈ બેસવાનો વારો આવતા વાર નથી લાગતી આ બાબતે બાળક ના પરિવાર જનો પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને મોરબી પોલીસ ને સફળતા મળવા બદલ ઢગલા બંધ શુભેચ્છાઓ આપવામાં આવી હતી…

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)