ગરીબો અને ઓછી આવક ધરાવતા મધ્યમવર્ગીય કુટુંબમાટે શોપીંગમોલ સમી રવિવારી બજાર ઘણા નાના વેપારીની આવકનું સાધન બની રહ્યુ છે
અંબાજી માં આવેલ રવિવારી બજાર શેના માટે જાણીતી છે? ત્યાં કંઈ કઈ વસ્તુ મળી રહે છે?
રવિવારી બજાર એટલે પવિત્ર યાત્રાધામ અંબાજી માં અરવલ્લી ગિરિમાળાઓની વચ્ચે વસેલું અંબાજી માં જગતનીનું ધામ માના ચરણોમાં દરરોજ લાખોની સંખ્યામાં યાત્રાળુ અને દર રવિવારે ભરાતી રવિવારી બજાર જે આશરે કેટલાય વર્ષોથી ભરાય છે.
કપડા,બુટ,ઘરનો સામાન, નાની મોટી ચીજ વસ્તુઓ એક સ્થળે ઓછી કિમતમાં મળી જતી હોવાથી આસપાસના ગામના તેમજ ગામના લોકો પણ આ બજારમાં પહોચી જાય છે. રવિવારના દિવસે અહી જાણે મેળો ભરાયો હોય તેમ માનવમેદની ઉમટી પડે છે.
અંબાજી એટલે યાત્રાધામ અંબાજી વિકાસ તરફ વધતું એક મસ મોટું ગામ. અંબાજી એટલે અવનવું, યાત્રાધામ અંબાજી એટલે અમીર અને ગરીબી નો સમન્વય સાથે જ રહેતી મધ્યમવર્ગીય ગામની વસ્તી. આમ, માં અંબા નું ધામ અંબાજી એટલે એવું ઘણું બધું જે આપણને શાયદ પહેલી વખત જોવા મળે. મોટું ગામ હોય એટલે વસ્તી પણ વિશાળકાય હોવાની અને એમની જરૂરિયાતો પણ અઢળક રહેવાની.આ જરૂરિયાતો ને પુરી કરવા એક મોટું બજાર પણ જરૂરી છે.
રવિવાર ના દિવસે આસપાસના ગામોમાંથી ખરીદી માટે લોકો આવે છે અને મા જગત જનની ના દર્શન કરીને ઘરે પરત જતા હોય છે
આજ વાત કરવી છે એક એવી જ જગ્યા જે યાત્રાધામ અંબાજી ની શોભા અંબાજી ગ્રામ પંચાયતની પાછળ ભરાતી રવિવારી બજાર. આ બજાર કેટલાંય સમય થી આમ ને આમ ભરાયા કરે છે.ઘણા નું ગુજરાન જ આનાથી ચાલતું હશે.અહીંયા નાના બાળ થી લઈને મોટા વયોવૃદ્ધ બધાં માટે કઈક ને કઈક છે.
એકજ સ્થળ પર બજાર કરતા ઓછાભાવે વસ્તુઓ મળે છે
જૂનું અંબાજી હોય કે પછી હોય નવું યાત્રાધામ અંબાજી હર કોઈ વ્યક્તિ એને જોઈતી વસ્તુ ની શોધ માટે રવિવાર ની સવારે પડખે આવી પહોંચે છે. અંબાજી ગ્રામ પંચાયતની પાછળ રવિવારી ચાલુ થઈ જાય છે જન્મ થી અત્યાર સુધી ઇતિહાસ બની ગયેલી વસ્તુઓ પણ અહી સાવ નજીવા ભાવે મળી રહે છે જેને સ્થાનિક લોકો ગુજરીબજાર તરીકે ઓળખે છે.અને તેને ગરીબો માટે ની જીવાદોરી કહેવામાં આવે તો કોઈ જ વાંધો હોઈ શકે નહી.
હર કોઈ એક આશા સાથે કે હું આજ કઈક ખરીદિશ અથવા તો કઈક કમાઈ ને જઈશ એ લાગણી સાથે સવાર માં આવી અને બપોર સુધી એનાંથી કમાવાતી મુડી ભેગી કરી ને એ બપોરે ભેગાં થતાં હોય છે અહીંનું મુખ્ય બાબત એ છે કે મહિલા સાથે બાળકો પણ એટલી ધગશ થી પોતાના પરીવાર ના ધંધા માં સાથ આપતા હોય છે .
અહીંયા વેપાર કરતી મહિલાઓ એમના પેટ પર પાટા બાંધીને કામ કરતી હશે એવી દેખાઈ રહે છે.કારણ કે અજાણ્યા પુરુષો વચ્ચે રહીને પોતાના સમાન ની જાળવણી રાખી અને પોતાનો ખ્યાલ રાખ્યા બાદ પણ પોતાના ધંધા પર ધ્યાન આપવું એ કોઈ અગ્નિ પરીક્ષા થી ઓછી નથી. આ કોઈ મોટું મેડલ પ્રાપ્ત કર્યા જેવું જ કાર્ય જેટલું કઠિન કામ છે.
આ સાથે જ ગ્રાહકો ને ધ્યાને લઈ નાના થી નાની લઈ નવા થી લઈને સાવ જૂની વસ્તુ પણ અહીં મળી રહે છે. વગેરે બહુ નજીવા ભાવે મળી રહે છે.
આમ જોતાં એક ગરીબ પરિવારને જોઇતી દરેક વસ્તુ માટે એ આતુરતા પૂર્વક રવિવારે ભરાતી રવિવારે ભરાતી રવિવારી બજાર ની વાટ જોતા હશે એવું દેખાઈ આવે છે. આ માર્કેટ માંથી જ્યારે એક પિતા એના પુત્ર ને સાઇકલ અથવા તો રમવા માટે ના ૨૦ રૂપિયા ની કિંમતની વસ્તુ નું મૂલ્ય બાળક ના સ્મિત ના મૂલ્ય કરતા બહુ નાનું હશે કારણ કે આ ખુશી નાં પળ ની કોઈ પણ કાળે માપી શકાય એમ નથી.
જે એક વિચારવા લાયક બાબત છે.અને સરકારે આ ઉપર કંઈક વિચારવું જોઈએ સાથે એ પણ જોવું જોઈએ કે આ વેપાર કરતાં લોકોની જીવાદોરી ના છીનવાય અને કોઈ મધ્યમ માર્ગ નીકળે જેથી સૌ કોઈ ને પોતાનો રોજગાર અને સ્વતંત્રતા મળી રહે..
આ સાથે જ ફોટોગ્રાફ પાડતાં જ લોકો ની જીંદગી વિશે પણ જાણવા મળે એવી જગ્યા છે જેથી કરીને આપણે માત્ર એક ડિજિટલ મશીન નહિ પણ એક સંવેદશીલતાની દૃષ્ટિ થી વસ્તુ જોઈ અને એના પર પગલાં લઈએ અને આપની આસપાસ રહેલા નાના મોટા સૌ કોઈ નું ધ્યાન રાખી શાંતિ થી જીવન ગુજારિયે જેવું રવિવારી બજાર માં ગુજારાય છે.
રવિવારી એટલે જ્યાં બધા માટે બધું જ છે. એ પછી નાનો બાળક હોય કે સ્ત્રી હોય પુરૂષ હોય કે પછી હોય વૃદ્ધ સૌ કોઈ માટે અહિં કઈક ને કંઇક તો મળી જ રહેશે.
આ બજારમાં ઘણી બધી ચીજ વસ્તુઓ એક જ સ્થળ પર મળી જાય છે.મોટા શોરૂમમા ચીજ વસ્તુનો ભાવ ખુબ જ વધારે હોય છે.જ્યારે અહી તે જ વસ્તુ ઓછી કિમતમાં મળી જતી હોવાથી ખરીદી કરીએ છીએ – લક્ષ્મીબેન ગ્રાહક
વર્ષોથી અહી બજાર ભરાય છે. અને હું ઘણા સમયથી મારો સામાન વેચવા આવુ છુ. શોપીંગ મોલ કે મોટા શોરૂમ શરૂ થવા છતા લોકોમાં હજુ પણ આ બજાર પ્રત્યેનો ક્રેજ ઘટ્યો નથી દર રવિવારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા પહોચી જાય છે જેથી નાન વેપારીને પણ ઘણો ફાયદો થાયછે. – વેપારી
લોકોમાં હજુ પણ આ બજાર પ્રત્યેનો ક્રેજ ઘટ્યો નથી
અંબાજી ગ્રામ પંચાયતમાંથી નવા ચૂંટાયેલા સરપંચ શ્રી વેપારીઓ અને ગ્રામજનોને જણાવતો હુકમ કરવામાં આવ્યો છે રવિવારે અંબાજી ગ્રામ પંચાયતની પાછળ ભરાતી બજારમાં અંબાજી ગામની બહારથી આવતા લોકો માટે બજાર બંધ કરવામાં આવેલ છે તેનું કારણ બતાવેલ કે અવારનવાર ચોરીના પ્રશ્નો બનતા હોય છે અને ગંદકીનું સામ્રાજ્ય થાય છે અને ગલીમાં નાની દુકાનો વાળા પાથાણા લઈને બેસે છે તેના લીધે ટ્રાફિકની સમસ્યા થાય છે અને બહારથી આવતા વેપારીઓ દ્વારા ગામ લોકો સાથે ખરાબ વર્તન પણ કરવામાં આવે છે તેથી રવિવારી બજાર બંધ કરવાનો નિર્ણય લીધો છે
ગામની જનતા અને આજુબાજુના વિસ્તારના ગરીબ લોકોના મુખે એક જ ચર્ચા થઈ રહી છે કે ભાદરવી મેળો પહેલા ત્રણ દિવસનો ભરાતો હતો તેને હવે સાત દિવસનો કરી દેવામાં આવ્યો છે અને એની અંદર પણ ગામના લોકોને અને આજુબાજુના લોકોને પાસ લીધેલા હોય તો જ અંદર પ્રવેશ કરવામાં મળે અને તે જ રૂટ ઉપર પ્રવેશ કરવામાં મળે બાકી જો અમારી પાસે પાસ ના હોય તો કોઈને અંદર પસાર થવા દેતા નથી અને સાત દિવસ સુધી બહુ ભીડ અને ગંદકી ,ચોરી ,લૂંટફાટ અને છેડતી જેવી ઘટનાઓ બનતી હોય છે અને ચારે બાજુ ના રસ્તા ઉપર દેખવા જઈએ તો બહારથી આઈને લોકો દુકાનો કરતા હોય છે તો સરપંચ શ્રી એ આની ઉપર પણ ધ્યાન આપીને ગામની જનતા માટે ભાદરવી મેળો સાત દિવસનો છે તેને ત્રણ દિવસનો કરી નાખે અને ગામની જનતા અને આજુબાજુની વસતા લોકોને ભારે ભીડના કારણે બહુ તકલીફો વેઠવી પડે છે અને ગામ લોકોના મુખે એ પણ ચર્ચા છે કે વર્ષોથી મંદિર પાછળનો ગેટ જે બંધ કરી દેવામાં આવેલો છે તે પણ ચાલુ કરાવે સરપંચ શ્રી અને ગામના વેપારીઓને લાભ થાય તેવી નવા ચૂંટાઈને આવેલા સરપંચ શ્રી ને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)