પર્યુષણ પર્વ દરમિયાન વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓને વધુ સુવિધા પૂરી પાડવા પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ભાડે “સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા આપેલી માહિતી મુજબ આ ટ્રેન ભાવનગર અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે.
વિગતો મુજબ,
ટ્રેન નંબર 09210 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 29 ઑગસ્ટ, 2025 (શુક્રવાર)ના રોજ રાત્રે 20.20 કલાકે ભાવનગર ટર્મિનસથી પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 10.20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નંબર 09209 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 30 ઑગસ્ટ, 2025 (શનિવાર)ના રોજ બપોરે 13.50 કલાકે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 04.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
મુસાફરો માટે આ ટ્રેનમાં એ.સી. 2-ટિયર, એ.સી. 3-ટિયર, સ્લીપર અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ ઉપલબ્ધ રહેશે. ખાસ વાત એ છે કે આ ટ્રેનના ટિકિટોની બુકિંગ 24 ઑગસ્ટ, 2025 (રવિવાર)થી શરૂ થશે. યાત્રીઓ પોતાનું આરક્ષણ રેલવેના આરક્ષણ કેન્દ્રો અથવા આઈઆરસીટીસીની વેબસાઇટ દ્વારા કરી શકશે.
મુસાફરોને વધુ માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ