રઘુવંશી સમાજ અને કેશોદનું ગૌરવ વધારતો જયેશ અભાણી.

કેશોદ

મુળ માળિયાના અને હાલ કેશોદ રહેતા કિશોરભાઈ અભાણી સામાન્ય પરીવારનાં હોવા છતાં સખત મહેનતથી પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે તનતોડ મહેનત કરેલ આજે જ્યારે C.A નું પરીણામ જાહેર થયેલ અને સારા રેન્ક સાથે તેમનો પુત્ર પાસ થતાં આનંદ સાથે જણાવેલ કે આજે તેમના પુત્ર દ્વારા સમાજનું ગૌરવ વધારેલ છે .

જયેશ હાલ દુબઈ અપસ્ટ્રીમ ઓઇલ એન્ડ ગેસ કંપની માં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે અને સાથે અભ્યાસમાં પણ સખત મહેનતથી સી. એ. ની ડીગ્રી પ્રાપ્ત કરી શકેલ છે લોહાણા સમાજના અને કેશોદ નાં ગૌરવ સમાન જયેશ આભાણી ની સિદ્ધિ બદલ કેશોદ લોહાણા સમાજનાં અગ્રણીઓ ડો સ્નેહલ તન્ના, જલારામ મંદિર નાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર તથા ડો પ્રેમાંગ ધનેશા , પત્રકાર ભરતભાઈ કક્કડ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)