રાંદેર પોલીસની માનવતા આવી સામે વૃદ્ધને નવી સાયકલ આપી ફરીથી રોજગારી આપી 

રાંદેર પોલીસની માનવતા આવી સામે વૃદ્ધને નવી સાયકલ આપી ફરીથી રોજગારી આપી 

સુરત :

રાંદેર વિસ્તારમાં આધેડને પોલીસના માનવિય અભિગમની પ્રતીતિ થઈ હતી. પોતાની સાયકલને અડફેટે લીધાની ફરિયાદ કરવા ગયેલા આધેડને રાંદેર પોલીસે નવી સાયકલ લઈ આપીને માનવતા મહેકાવી હતી.

અજાણ્યા કારની ટક્કરથી સાયકલ તૂટી ગયી હતી જેની ફરિયાદ કરવા આધેડ રાંદેર પોલીસ સ્ટેશન ગયો હતો 

 

આધેડ પુષ્પરાજ સીંહની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ સાયકલ પર આઈસ્ક્રીમનું વેચાણ કરે છે. સવારે જ્યારે તે સાયકલ લઈને એક કન્ટ્રક્શન સાઇટ પર આઈસ્ક્રીમ વેચવા માટે ગયા હતા. ત્યારે એક કાર ચાલકે તેમની સાયકલની ટક્કર મારી હતી. જેથી સાયકલમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ પુષ્પરાજસીંહ કાર ચાલક સામે કોઈપણ ફરિયાદ ન કરી હતી. કેમ કે સાયકલ ખૂબ જ જૂની હતી અને કારની હળવી ટક્કરથી તે સાયકલ તૂટી ગઈ હતી. સાયકલ પુષ્પરાજસીંહ માટે જીવન જરૂરી હતી. પુષ્પરાજસીંહના મીત્રએ સલાહ આપી કે, પોલીસમાં જતો રહે. ત્યાં તને કંઇ ને કંઈ ઉકેલ મળશે. જેથી પુષ્પરાજસીંહ રાંદેર પોલીસ સ્ટેશન ગયા હતાં. રાંદેર પોલીસે તમામ ઘટના જાણીને ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી હતી. તેઓને મદદ કરવાનું નક્કી કર્યું અને પુષ્પરાજસીંહને નવી સાયકલ લઈને આપી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)