
સુરત (રાંદેર):
રાંદેર વિસ્તારમાં રહેતી એક મહિલાને સસ્તું સોનુ આપવાના લાલચમાં મોટી રકમની ઠગાઈનો ભોગ બનવાનો બનાવ સામે આવ્યો હતો. ત્રણ વર્ષ અગાઉ થયેલી કુલ ૧૧ લાખ રૂપિયાની ઠગાઈના કેસમાં ફરાર લવીન રાઠવાને આખરે રાંદેર પોલીસએ ઝડપી પાડ્યો છે.
આરોપી લવીન રાઠવાએ મહિલાને કથિત રીતે બજારના ભાવે ખૂબ જ ઓછી કિંમતમાં સોનું આપવામાં આવશે એમ કહીને વિશ્વાસમાં લઇ કુલ ૧૧ લાખ રૂપિયા લીધા હતા. બાદમાં રકમ લઈને આરોપી પોતાના વતન મધ્ય પ્રદેશના સોંધવા વિસ્તારમાં ભાગી ગયો હતો અને ત્રણ વર્ષથી ફરાર રહ્યો હતો.
રાંદેર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે MP જઇને સોંધવા ગામથી આરોપી લવીન રાઠવાને ઝડપી લેવામાં આવ્યો છે. ફરાર આરોપીને પકડી લાવવાના મામલે પોલીસની કામગીરી પ્રશંસનીય રહી છે.
પોલીસ હવે આરોપીથી વધુ વિગતો મેળવી રહી છે કે આ જ રકમથી વધુ વ્યક્તિઓને પણ તો ઠગ્યા નથી ને? હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સંપૂર્ણ ચોકસાઈથી તપાસ ચાલી રહી છે.
રિપોર્ટર: (સુરત બ્યુરો રિપોર્ટ)
📍 રાંદેર, સુરત – શહેર ઠગાઈ ગુના વિભાગ