પાલનપુર
રાજકોટ થી ટ્રેન મારફતે નેપાળ જવા નિકળેલા ક્રિષ્નાભાઈ હરિભાઇ ભગોરા જેઓ 17 જૂનના રોજ રાજકોટ થી અમદાવાદ વાયા પાલનપુર થી નેપાળ જવા નીકળ્યા હતા. જોકે અમદાવાદ થી પાલનપુર ટ્રેનમાં આવી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કોઈ અંગત કારણોસર માર મારવામાં આવતા હાથના ભાગે લોહી લુહાણ તેમજ બન્ને પગે ચાલી શકતા ના હોવાથી પાલનપુર રેલ્વે સ્ટેશન ખાતે અન્ય મુસાફરો દ્વારા સારવાર અર્થે ટ્રેન માંથી ઉતારી રેલ્વે વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી. ઘટના ની જાણ થતાંની સાથે જ અધિકારીઓ સ્થળ ઉપર પોહચી હાથ તેમજ પગના ભાગે ઇજા ગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવાયા હતા.
સિવિલ હોસ્પિટલ લવાયા બાદ ઇજા ગ્રસ્ત વ્યક્તિને બન્ને પગમાં સોજો તેમજ અતિશય દુખાવો થતો હોવાથી ચાલી પણ શકાતું ના હતું જેના લીધે તબીબો દ્વારા પ્રાથમિક સારવાર કરી બન્ને પગના એકક્ષ-રે કરવામાં આવતા જેમાં રિપોર્ટ દ્વારા તપાસ કરવામાં આવતા હાથના ભાગે સામાન્ય ઇજાઓ તેમજ બન્ને પગમાં મારામારી દરમિયાન ફ્રેકચર હોવાનું માલૂમ પડતાં શરૂઆતના તબક્કામાં પ્લાસ્ટર મારી ઓર્થોપેડિક વિભાગ ખાતે લઈ જવાયા હતા. જોકે ઓર્થોપેડિક વિભાગ ખાતે દર્દીના પગના ભાગે વધારે સોજા હોવાથી સોજો દૂર કરવાની દવાઓ ચાલુ કરવામાં આવી હતી જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો, સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના ડો,આશિષ પુરોહિત ડો,પાર્થ પટેલ ડો,અવિનાશ ચૌધરી સહિતની ડૉક્ટર ટીમ દ્વારા સિનિયર ડો,આસિફ સુથારના માર્ગદર્શન હેઠળ પંદર દિવસ બાદ પગના ભાગે સપૂર્ણ સોજા દૂર થઈ જતાં ડાબા પગમા સળિયો નાખી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમજ જમણા પગે છ દિવસ બાદ પ્લેટ નાંખી આ બે તબક્કામાં બન્ને પગમાં ઓપરેશન કરવામાં આવતા દર્દીને પીડા માંથી મૂકતી મળી હતી. દર્દીને વધારે પડતો દુખાવો તેમજ સોજો ના આવે તે માટે દવાઓ ચાલુ રાખવામાં આવી હતી તેમજ ફ્રેકચર થયેલા પગના ભાગે ડ્રેસિગ તેમજ ફિઝીયોથેરાપિસ્ટ દ્વારા ફીજોયોથેરાપી કરી બાર દિવસ સુધી સારવાર કરી બન્ને પગના ટાંકા કાઢી દર્દી સપૂર્ણ રીતે સ્વસ્થ થતાં 30 દિવસની સફળ સારવારના અંતે દિવસે રજા આપવામાં આવી હતી.જેમાં સારવાર દરમિયાન દર્દીને તકલીફ ન પડે તે માટે નર્સિંગ સ્ટાફ પણ ખડેપગે હાજર રહ્યો હતો .
આ અંગે મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેનશ્રી એ જણાવ્યું હતું કે બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.
અહેવાલ :- ગુજરાત બ્યુરો