રાજકોટ-ભક્તિનગર રેલવે બ્લોક: વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનો રદ, મુસાફરો માટે અગત્યની માહિતી જાહેર.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે,

  1. વેરાવળથી 08.02.2025 ના રોજ ચાલવા વાળી વેરાવળ-રાજકોટ પેસેન્જર (59424) તેના નિર્ધારિત સમયથી 2 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે એટલે કે આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 17.00 કલાકને બદલે 19.00 કલાકે ઉપડશે,
  2. 10.02.2025 ના રોજ વેરાવળથી ચાલતી વેરાવળ-રાજકોટ પેસેન્જર (59424) સંપૂર્ણપણે રદ (Fully Cancelled) કરવામાં આવશે,
  3. 11.02.2025 ના રોજ રાજકોટથી ચાલતી રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેન (59423) પેરિંગ રેકના અભાવે સંપૂર્ણપણે રદ (Fully Cancelled) કરવામાં આવશે,

રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. ઉપરોક્ત ટ્રેનો વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)