રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજી ભાઈ પટેલ જૂનાગઢ ખાતે તિરંગા યાત્રા માં સહભાગી થયા.

જૂનાગઢ

જૂનાગઢ રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ ખાતે આજે તિરંગા યાત્રામાં સહભાગી થયા હતાં.

ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ થી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સુધીની તિરંગા યાત્રામાં દેશભક્તિ ની શૂર સુરાવલી સાથે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.મંત્રીશ્રીએ ત્રિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરી બહાદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં સાધુ-સંતો, પદાધિકારીઓ-અધિકારીઓ વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, NCC કેડેટ્સ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ તિરંગા યાત્રામાં સહભાગી બની હતી.

તિરંગા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ભારત માતાનો જય ઘોષ કરવામાં આવ્યો હતો. સાથે જ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરેલા વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત તિરંગા યાત્રાના રૂટ ઉપર દેશભક્તિસભર ગીતોની પ્રસ્તુતિઓ પણ આપવામાં આવી હતી. આમ, સૌ કોઇએ અનેરા ઉત્સાહ સાથે હાથ માં તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી.

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રત્યેક નાગરિકને રાષ્ટ્ર ધ્વજ ફરકાવા માટે આહવાન કર્યું છે, ત્યારે આપણે સૌ રાષ્ટ્રધ્વજને આપણા ઘર સહિતના સ્થળોએ ફહેરાવી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરીએ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બની. તેમણે કહ્યું કે, વિશાળ સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં સહભાગી થવાથી રાષ્ટ્રભાવનાના વાતાવરણ નું નિર્માણ થયું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. અહીંના સરદાર પટેલ સભાગૃહ દેશભક્તિસભર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યાને મહાનુભાવો સહિત તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોએ માણી હતી.

આ તિરંગા યાત્રા અને સંગીત સંખ્યાના કાર્યક્રમમાં શ્રી હરિ ગીરી બાપુ, ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ-સંતો ઉપરાંત જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ કણસાગરા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેકટરશ્રી એન.એફ. ચૌધરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી વી.પી. ચોવટીયા, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ ડેપ્યુટી કમિશનરશ્રી ઝાપડા સહિતના પદાધિકારી – અધિકારીઓ અને વિદ્યાર્થીઓ તથા નગરજનો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન ગાયત્રીબેન શર્માએ કર્યું હતું.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)