સુરત:
મોટા વરાછા વિસ્તારમાં બુટલેગર ધવલ રાઠોડના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. રાત્રે ધવલ રાઠોડે કાયદાની ધારાઓને બાયપાસ કરીને છરીથી કેક કાપ્યો અને ફટાકડા ફોડ્યા હતા. આ સમગ્ર ઘટના ઉતરાણ પોલીસના રડાર પર હતી અને પોલીસ તાત્કાલે એકશનમાં આવી.
પોલીસે સવારે ધવલ રાઠોડને પકડી પાડ્યો અને જાહેરમાં કાન પકડીને સંદેશો આપ્યો કે “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો!”
આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં પણ આ કરેલી પોલીસ કાર્યવાહીનું ભારે વખાણ થઈ રહ્યું છે. નિયમની બહાર જઈ કોઈપણ રીતે જાહેરમાં અવારનવાર બુટલેગરો કે એન્ટી-સોશિયલ તત્વો પોતાનો રણકાર છોડી દે છે, ત્યારે પોલીસની આવી કડક કાર્યવાહી ઉદાહરણરૂપ ગણાઈ રહી છે.
ઉતરાણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે અને હવે આગામી દિવસોમાં આવા ગુનાઓને લઈને વધુ ચુસ્ત કાર્યવાહી થવાની શક્યતા છે.
📍 અહેવાલ: બ્યુરો રિપોર્ટ