રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦માં શતાબ્દી વર્ષ અંતર્ગત જૂનાગઢ નગર વિજયાદશમી ઉત્સવ તથા પથ સંચલન.

જૂનાગઢ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦માં સ્થાપના શતાબ્દી વર્ષ પ્રારંભે વિજયાદશમી ઉત્સવ અંતર્ગત જૂનાગઢ નગર દ્વારા તા.13.10.2024 ના રોજ મધુરમ વિસ્તારમાં આવેલ મહેર સમાજની વાડી ખાતે ઉત્સવનું આયોજન કરવામાં આવેલ.

આ તકે સૌ પ્રથમ બપોરે 4 વાગ્યે ધ્વજારોહણ બાદ 130 સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં સમગ્ર મધુરમ વિસ્તારને આવરી લેતું વિશાળ પથ સંચલન કરવામાં આવ્યું.

પથ સંચલન બાદ જૂનાગઢ વિભાગ ના માનનિય સંઘ સંચાલકશ્રી શામજીભાઈ દુધાત્રા અને મુખ્ય અતિથિ વિશેષ શ્રી નીલમબેન પરમાર (સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ, માખીયાળા ) દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. વિશાળ જન સમુદાયની ઉપસ્થિતિમાં ઘોષ, નિ:યુધ્ધ, દંડ યોગ વગેરે શારીરિક ક્રિયાઓનું નિર્દેશન કરવામાં આવ્યું.

ત્યારબાદ મુખ્ય વક્તા – માનનિય વિભાગ સંઘચાલકશ્રી શામજીભાઈ દુધાત્રા દ્વારા જણાવવામાં આવ્યું. જેમાં સંઘના 100માં શતાબ્દી વર્ષમાં સૌ સ્વયંસેવકો તથા સમાજની સજ્જન શક્તિએ સાથે મળી રાષ્ટ્ર કાર્ય માટે ખુબજ કામ કરવાની આવશ્યકતા છે આ ઉપરાંત સમાજની સાંપ્રત સમસ્યાઓ જેવીકે સામાજિક સમરસતા,પર્યાવરણ,કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર, સ્વદેશી વગેરે વિષય પર સ્વયંસેવકો અને નાગરિકોની ભૂમિકા સંદર્ભે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું.

મુખ્ય અતિથિ વિશેષશ્રી નીલમબેન પરમાર દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું. જેમાં અહલ્યાબાઈ હોલકરજી ના જીવન પરથી પ્રેરણા લઈ સમાજમાં મહિલાઓ અગ્રેસર ભૂમિકા ભજવે તે સાંપ્રત સમયની આવશ્યકતા છે, ભારત દેશની મહાન સંસ્કૃતિ છે જેમાં વિવિધ અનેક સેવાકીય પ્રવુતિઓ ચાલે છે એમાં સૌએ સહભાગી બની અગ્રેસર થવું જોઈએ એ આજના સમયની આવશ્યકતા છે,ઉપરોક્ત સંદર્ભે વિશેષ વકતવ્ય આપવામાં આવ્યું.
અંતે સંઘની પ્રાર્થના બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

જૂનાગઢ નગરના કાર્યવાહ નવનીતભાઈ મુન્દ્રા તથા શ્રી પ્રિયાંક ઠાકર,પ્રચાર પ્રમુખ, જૂનાગઢ નગર.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)