રિજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતે રેડ ક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન.

રાજકોટ

દર વર્ષે પહેલી ઓક્ટોબરે ભારતમાં રાષ્ટ્રીય સ્વેચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે, જેને વર્ષ 1975માં ‘ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇમ્યુનોહેમેટોલોજી’ દ્વારા નક્કી કરવામાં આવેલ હતો. સ્વૈચ્છિક રક્તદાન અભિયાન પ્રત્યે સામાન્ય જનતાની અજ્ઞાનતા, ડર અને ગેરસમજને દૂર કરવા માટે આ દિવસને મોટા સ્તરે ઉજવવો જરૂરી છે. વ્યક્તિના જીવનમાં રક્તની જરૂરિયાત અને મહત્વને સમજાવવા માટે સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા લોકોને જાગૃત કરવા અને જરૂરિયાતમંદોને રક્તદાન કરવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટનાં રેડક્રોસ બ્લડ સેન્ટર ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેડક્રોસનાં ડૉ દીપ્તેન સંતોકી, શ્રી નીલેશ ચૌહાણ, શ્રી રમેશસિંહ નેગી, શ્રી પાર્થ જાદવ, શ્રી રાજ ઓડેદરા, શ્રી જયમલ ખીસતરિયા, શ્રી ઋત્વિક મિયાત્રા તથા ટીમનાં સહયોગથી આ જીવન બચાવવાની પ્રક્રિયામાં મહતવપૂર્ણ ભાગ સ્વેચ્છિક રક્તદાન અભિયાનમાં ૧૨ જેટલા લોકોએ કોઇપણ અપેક્ષા વિના રક્તદાન કરી લોકોને પ્રેરિત કર્યા હતા. તેમજ રેડક્રોસ બ્લડ સેન્ટર તરફથી રક્તદાતાઓને ભેટ અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે ૨૯ સપ્ટેમ્બરનાં વિશ્વ હ્રદય દિવસ ઉજવવામાં આવે છે. હ્રદય માનવ શરીરના મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે તેમાં ખામી સર્જાવાથી જીવલેણ થઈ શકે છે, તેથી દરેક વ્યક્તિ માટે હૃદયના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

જીવનશૈલીની કેટલીક આદતો વિશે જાગૃતિના અભાવ ને કારણે આ દિવસની ઉજવણી ના ભાગરૂપે ડાયસેક્શન ઓફ રીયલ ‘હાર્ટ’ નું નિર્દશન કરવામાં આવ્યું હતું, સાથે વેબ ડાન્સ સ્ટુડીયોનાં શ્રી વિશાલ પંડ્યા દ્વારા ઝુમ્બા વિથ ગરબામાં લોકોને ગરબા સાથે કસરત કઈ રીતે કરીને પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકાય છે, તેનું માર્ગદર્શન આપી ઝુમ્બા ગરબાના તાલે જુમ્યા હતા. વિશ્વ હૃદય દિવસની ઉજવણીમાં ૧૫૭ જેટલા મુલાકાતીઓએ ભાગ લીધો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)