🛑 પ્રામાણિકતા અને માનવતાનો શણગાર
📅 વેરાવળ, ૦૪ માર્ચ ૨૦૨૫ – પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ આપે તેવો એક પ્રસંગ વેરાવળ શહેરમાં બન્યો છે, જ્યાં બે ભાઇઓએ રૂ. ૩ લાખની કિંમતી સોનાની વસ્તુઓ ભરેલો પર્સ સાચા માલિકને પરત આપ્યો.
📌 📍 બનાવની વિગત:
👨👩👦 અરજદાર ડાકી અજયકુમાર વેજાભાઈ અને તેમના પત્ની બાઈક પર ઘુસીયાથી વેરાવળ જતાં હતા, ત્યારે રસ્તામાં થેલામાં રહેલા સોનાના દાગીના ગૂમ થઈ ગયા.
🔍 ઘણું શોધ્યા છતાં પર્સ નહીં મળતાં પ્ર પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
👮♂️ એલ.સી.બી.ના એ.એસ.આઈ. લાલજીભાઈ અને ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી. જાડેજાએ સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સથી તપાસ શરૂ કરી.
📌 🎖️ પ્રામાણિક નાગરિકો દ્વારા દાગીના પરત:
💡 સાંજ સમયે વેરાવળના કનુભાઈ અને તખુભાઈ પટગીર નામના ભાઇઓએ એલ.સી.બી.ને જાણ કરી કે તેમના ભાઈ ભરતભાઈ પટગીરને નમસ્તે હોટલ, નાયરા પંપ પાસે દાગીના ભરેલો પર્સ મળ્યો હતો.
📞 તેઓએ ત્વરિત પોલીસનો સંપર્ક કરી પર્સ પરત સોપ્યો.
📌 👮♂️ પોલીસની ત્વરિત કામગીરી:
✅ એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.બી. જાડેજાએ પર્સની માલિકી ચકાસી મૂળ માલિક સુધી પહોંચાડ્યો.
✅ પ્રામાણિક નાગરિકો તથા પોલીસ ટીમે મળીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
📢 અરજદાર ડાકી અજયકુમારે આ માનવતાવાદી કાર્ય માટે પોલીસ અને પાટગીર ભાઈઓનો આભાર માન્યો.
📌 📝 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ