રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા રોટરી ક્લબ ઓફ મુંબઈ વેસ્ટ કોસ્ટના સહયોગથી એનિમિયા મુક્ત ભારત અભિયાન (AMBA) હેઠળ અને PDG DR ના માર્ગદર્શન હેઠળ IDBI બેંક (CSR પહેલ) દ્વારા સમર્થિત હિમોગ્લોબિન પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
બાલકૃષ્ણ ઇનામદાર (પ્રોજેક્ટ એડવાઈઝર) અને આરટીએન કેતન જોશી (પ્રોજેક્ટ કોર્ડીનેટર) ની આગેવાનીમાં કૃષ્ણા વિજ્ઞાન શાળા, ડીડીએલ શાળા, આંબાવાડી, કાપડ બજાર અને પટેલ વિદ્યાર્થી ભવન, કેશોદ ખાતે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો.
કુલ 101 વિદ્યાર્થીઓ અને સ્ટાફનું એનિમિયાની ઉણપ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિષ્કર્ષ મુજબ, જરૂરી આયર્નની ગોળીઓ અને આલ્બેન્ડાઝોલની એક ગોળી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં Rtn હિતેશ ચનિયારા, Rtn. ડૉ. સ્નેહલ તન્ના, Rtn. ડૉ. ચીમનલાલ ભાણવડિયા, Rtn. અજયભાઈ ગોધાસરા, Rtn. હિતેશભાઈ રામોલીયા, Rtn. બિરેન્દ્રસિંહ રાયજાદા, Rtn. કિરીટભાઈ ત્રાબડીયા, Rtn. વાજા ભુપતભાઈ, રઘુવંશી હોસ્પિટલના સ્ટાફ, કાજલ બારીયા, અંજના પરમાર બ્રોકે હાજરી આપી અને હિમોગ્લોબિન ટેસ્ટ કરાવ્યા હતા.
વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય જાળવવા માટે પૌષ્ટિક આહાર અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ કેશોદએ કૃષ્ણા વિજ્ઞાન શાળાના આચાર્યનો કેમ્પ માટે સહયોગ બદલ આભાર માન્યો.
અહેવાલ: રાવલિયા મધુ (કેશોદ)