લહેરા દો.. દેશભક્તિના રંગમા રંગાયુ ભાવનગર

ભાવનગર

સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ભાવનગરમાં મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ‘તિરંગા યાત્રા’ માં ધારાસભ્ય સેજલબેન પંડયા સહભાગી થયા હતા.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું મેયર ભરતભાઈ બારડે એ. વી. કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી તિરંગા યાત્રા એ.વી. સ્કૂલ ગ્રાઉન્ડથી નવાપરા, ગરાસીયા બોર્ડિંગ, ભીડભંજન, મોતીબાગ ચોક, રૂપમ ચોક, ખારગેટ, મામા કોઠા રોડ, હલુરીયા ચોક થઈ પરત એ.વી. સ્કૂલ મેદાન ખાતે સમાપન થયું હતું.

ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, રેન્જ આઈ. જી. ગૌતમ પરમાર, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિત અન્ય શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)