લાલગેટ પોલીસની મોટીફતહ: રાણી તળાવના રેહાન મેવાવાલા પાસેથી 99.57 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત


સુરત શહેરમાં નશાની પ્રવૃત્તિ સામે તીવ્ર કાર્યવાહી શરૂ કરનાર પોલીસ દળે આજે વધુ એક સફળતા હાંસલ કરી છે. લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે રાણી તળાવ વિસ્તારના રેહાન યાકુબ મેવાવાલા નામના ઈસમને 99.57 ગ્રામ એમ.ડી. (મેથડ્રોન) ડ્રગ્સ સાથે ઝડપી પાડી લીધો છે.

આ ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત લાખો રૂપિયા થાય છે અને આરોપી વધુ લોકોને નશાની લત લગાડે તે પૂર્વે જ તેને ઝડપી લેવાની કાર્યવાહી કરાઈ છે. મળતી માહિતી મુજબ, રેહાન અગાઉથી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે.

હાલ લાલગેટ પોલીસ દ્વારા એમ.ડી. ડ્રગ્સ ક્યાંથી લાવ્યા, કોને વેચવાનું હતું અને શિખંડીઓ કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.