લાલ,સફેદ,પીળા કલર ફૂલ ડ્રેગનની ખેતી થકી મબલક આવક મેળવતાં ભાવનગરના વાવડી ગામના રમેશભાઈ.

ભાવનગર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર તાલુકાના વાવડી (રાજગોર) ગામના એક ખેડૂત પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક જુદા જુદા જિલ્લાની માર્કેટમાં વેચાણ કરી કમાણી કરી રહ્યા છે.

વાવડી ગામના ખેડૂત રમેશભાઈ મકવાણા પાંચ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ એક થી દોઢ લાખની આવક મેળવે છે.આ ઉપરાંત પાંચ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ લખેલી આવક મેળવતા થયા છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેવો લાલ,સફેદ,પીળા કલરના ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવે છે.

ગાય આધારિત ખેતીમાં તેવો ગાયનું છાણ,ગૌમૂત્ર,જીવામૃત,પંચામૃત અને ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીને તેમનો છટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે.અને તેમાં મીઠાસ પણ સારી આવે છે તેમનું ઉત્પાદન થયેલો માલ આજુબાજુ જિલ્લાની માર્કેટમાં વેચાણ કરે છે.તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)