વડાલી ખાતેથી ચાઇનીઝ દોરી સાથે એક ઈસમને પકડતી સાબરકાંઠા S.O.G. પોલીસ

રાજ્યમાં ઉતરાણ પર્વ નજીક આવી રહ્યું છે તેવા સમયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા માટે કેટલાક ઈસમો ચોરી છૂપીથી આવી દોરી લાવી તેનું વેચાણ કરી રહ્યા છે જેથી આવા તત્વોને પકડવા પોલીસ પણ સક્રિય બની છે. આવા સંજોગોમાં સાબરકાંઠા S.O.G. પોલીસે પણ વોચ ગોઠવી તપાસ હતું .

ધરતા મળેલ બાતમીના આધારે ઇડર અંબાજી રોડ ખાતે વડાલી સિવિલ હોસ્પિટલ પાસે એક ઈસમ ચાઇનીઝ દોરીની ૧૫ ફિરકી સાથે ઊભો રહ્યોં હોવાની જાણકારી મળતાં બાતમી આધારે તે જગ્યાએ તપાસ હાથ ધરતા સાવન દશરથ રાઠોડ (રહે. ધરોઈ રોડ, પટેલ વાસ, ઉંમર -૨૪ પાસેથી ચાઇનીઝ દોરીની ૧૫ ફિરકી કે જેની બજાર કિંમત ₹/-૬૦૦૦/- સાથેના ઈસમને ઝડપી વડાલી પોલીસ સ્ટેશન ખાતે લાવી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી લાવવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણમાં સાબરકાંઠા S.O.G. પી.એસ.આઇ કે.બી. ખાંટ સહિતની ટીમ આવા સમયે વડાલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)