માળીયા હાટીના તાલુકાના વડીયા ગામના વતની અને હાલ જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શ્રી દોલુભાઈ ખુમણભાઈ સિંધવનું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સહાયક ઉપनिરીક્ષક (A.S.I.) પદ પર પ્રમોશન કરવામાં આવ્યું છે, જે સમગ્ર હાટી ક્ષત્રિય સમાજ અને વડીયા ગ્રામજનો માટે ગૌરવની લાગણી છે.
શ્રી દોલુભાઈ સિંધવે પોતાના પોલીસ કરિયર દરમિયાન શ્રેષ્ઠ કામગીરી, સમયપાલન, કર્મઠતા અને કાયદાનું પાલન કરીને બહોળો વિશ્વાસ કમાવ્યો છે. તેમના આ પ્રમોશનને લઈને હાટી ક્ષત્રિય સમાજના આગેવાનો, રાજકીય અને સામાજિક નેતાઓ, તેમજ સગા-સંબંધીઓ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
સમાજના યુવાનો માટે શ્રી દોલુભાઈ એક પ્રેરણારૂપ પથદર્શક બની રહ્યા છે. તેમની સિદ્ધિઓથી પ્રેરાઈને અનેક યુવાનોએ સરકારી સેવાઓ માટે તૈયારી શરૂ કરી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે.
આ પદોન્નતિની ઉજવણી અંતર્ગત વડીયા ગામમાં મીઠાઈ વહેંચાવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સમાજના વડીલોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
અહેવાલ: પ્રતિપાલસિંહ સીસોદીયા, માળીયા હાટીણા