વડોદરા 4 ઓક્ટોબરની રાત્રે ભાયલી ખાતે જઘન્ય ઘટના બની હતી. જેમાં ઘટનાનાં 48 કલાક પછી શહેર પોલીસને સફળતા મળી .

વડોદરા ગેંગરેપ મામલે પોલીસની પત્રકાર પરિષદ શહેર અને જિલ્લા પોલીસની સંયુકત પ્રેસ કોન્ફરન્સ

વડોદરા

પોલીસ કમિશ્નર, એસપી અને રેન્જ આઇજી ઉપસ્થિત.વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરનું નિવેદન.4 ઓક્ટોબરની રાત્રે ભાયલી ખાતે જઘન્ય ઘટના બની.ઘટનાનાં 48 કલાક પછી શહેર પોલીસને સફળતા મળી.શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યાં છે.વડોદરા ગ્રામ્ય પોલીસ પણ આ મામલે ખુબ સક્રિય હતી.શહેર અને જિલ્લા પોલીસનાં તમામ અધિકારીઓ જોડાયા.આરોપીઓ પીડિતાનો મોબાઇલ લઇ ગયાં તેનાંથી તેઓ પકડાયા.મોબાઇલ સર્વેલન્સનાં આધારે પોલીસ આરોપી સુધી પહોંચી શકી.મોબાઇલ ફોન, બાઇક, સીસીટીવી અને સાહેદોનાં નિવેદનના આધારે આરોપીઓ સુધી પહોંચી શકાયું

હવે આ સમગ્ર કેસને આરોપીઓ સહિત ગ્રામ્ય પોલીસને સોંપીએ છીએ.મુન્ના અબ્બાસ બંજારા 27 યુપી તાંદલજા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા 36 યુપી તાંદલજા ,શાહરૂખ કિસ્મત અલી બંજારા 26 યુપી તાંદલજા અન્ય આરોપી સૈફ અલી બંજારા,  અજમલ બંજારા, ત્રણેય આરોપીઓ વડોદરામાં રહીને પીઓપીનું કામ કરે છે .આરોપીઓની 48 કિ.મી.ની મૂવમેન્ટને ટ્રેક કરી હતી.હજારો સીસીટીવી મેળવી આરોપીઓ સુધી પહોંચ્યાં .ગેંગરેપ કેસ અંગે રેન્જ આઇજી સંદીપ સિંગનું નિવેદન

ગેંગરેપની તપાસ માટે સ્પેશિયલ એસઆઇટીની રચના કરવાનો નિર્ણય. સમગ્ર કેસની આગળની તપાસ ડીવાયએસપી કક્ષાનાં અધિકારી કરશે.તપાસ જલ્દીથી પૂર્ણ થઇ ઝડપથી આરોપીઓને સજા થાય તે પ્રાથમિકતા

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)