વડોદરા:
વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું, એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેઈલ મળતાં એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
બોમ્બની ધમકી મળતાં પોલીસ કાફલો ખડકાયો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સીઆઇએસએફના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો.
અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)