વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વડોદરા શહેરમાં આજવા રોડ ખાતે ત્રીસ થી વધુ સંસ્થાઓ વિશ્વ પર્યાવરણ દિવસ ની રેલીમાં જોડાઈ હતી સાથે જ ડિવાઈડર ની વચ્ચે છોડ રોપવામાં આવ્યા હતા
માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી. પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે. સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચાલો જાણીએ કે પર્યાવરણ દિવસ ક્યારે છે, પર્યાવરણ દિવસની ઉજવણીનો હેતુ: વિશ્વમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ વધતા પ્રદૂષણને કારણે પ્રકૃતિ સામે ખતરો વધી રહ્યો છે. આને અટકાવવાના હેતુથી પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી, જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ શકે અને પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચાવવા માટે પ્રેરિત કરી શકાય તે માટે રેલી યોજી ને લોકોને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ રાહદારીઓ ને પેપર બેગ આપવામાં આવી હતી અને ડિવાઇડર ખાતે ૫૦૦થી વધુ છોડ રોકવામાં આવ્યા હતા
હર્ષ પટેલ (વડોદરા)