વડોદરાના ભાયલી વિસ્તારમાં ગરબા રમવા ગયેલી સગીરા પર મિત્રએ ત્રણ મિત્રો સાથે મળીને દુષ્કર્મ ગુજાર્યું.

વડોદરા

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી. આ દરમિયાન સગીરાના મિત્રએ તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા ભાયલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારી સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી છે. પોલીસ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યાં હતા.વડોદરા શહેરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. નવરાત્રિ મહોત્સવના બીજા જ નોરતે ગરબા રમવા માટે ગયેલી સગીરા ઉપર મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપ ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ :-હર્ષ પટેલ (વડોદરા)