વડોદરામાં આવતીકાલે યોજાશે મોકડ્રિલ: પોલીસ કમિશનર નરસિંહ્મા કોમારએ આપી માહિતી

વડોદરા:
આવતીકાલે શહેરમાં આતંકવાદી હુમલાની શક્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા મોકડ્રિલ (અભ્યાસાત્મક ડ્રીલ)નું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર શ્રી નરસિંહ્મા કોમારએ પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, વડોદરાવાસીઓમાં સુરક્ષા અંગે જાગૃતતા વધારવી તેમજ તંત્રની તત્પરતા ચકાસવી એ મુખ્ય હેતુ છે.

મોકડ્રિલ દરમિયાન શહેરના કેટલાક મહત્વના વિસ્તારોમાં પોલીસ, ફાયર બ્રિગેડ, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), બોમ્બ સ્ક્વોડ અને એએમ્બ્યુલન્સ સહિતની ટીમોનું સંકલન સાથે કાર્યપદ્ધતિ અજમાવવામાં આવશે.

પોલીસ કમિશનરએ જણાવ્યુ હતું કે, મોકડ્રિલ દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા કે ગભરાહટ ન ફેલાય એ માટે અગાઉથી લોકોમાં જાગૃતતા ફેલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં મોકડ્રિલ યોજાવાની છે ત્યાં ટ્રાફિક નિયંત્રણ અને લોકલ સેવાઓ પર અસર ન પડે એ માટે ખાસ આયોજન કરાયું છે.

અંતે નરસિંહ્મા કોમારએ વડોદરાવાસીઓને શાંતિ જાળવવા અને પોલીસની સાથે સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો.