ગુજરાતના યુવાનો માટે એક સુવર્ણ તક રૂપે ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ બનવા માટેની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે.
📅 ભરતીની તારીખો
૨૭ અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ : અપરણીત પુરુષ ઉમેદવારોની પસંદગી
૩૦ અને ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ : અપરણીત મહિલા ઉમેદવારોની પસંદગી
પાત્રતા માપદંડ
ઉમેદવાર અપરણીત હોવો આવશ્યક
જન્મ તારીખ : ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ (બન્ને તારીખ સહીત)
શૈક્ષણિક લાયકાત :
૧૦+૨ અથવા સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે પાસ અને અંગ્રેજીમાં પણ ૫૦% ગુણ આવશ્યક
અથવા, માન્ય સંસ્થામાંથી ૨ વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ અથવા ૩ વર્ષનો ડિપ્લોમા (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઇલ/કમ્પ્યુટર સાયન્સ/આઈ.ટી. વગેરે) ૫૦% ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ
પસંદગી પ્રક્રિયા
દસ્તાવેજ ચકાસણી – આધાર કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, શૈક્ષણિક પ્રમાણપત્રો વગેરે
શારીરિક કસોટી –
ઊંચાઈ માપ
૧૬૦૦ મીટરની દોડ
પુશ અપ, સીટ અપ અને સ્ક્વાટ્સ
લેખિત પરીક્ષા
એપ્ટિટ્યૂડ ટેસ્ટ – ૧ (સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ)
એપ્ટિટ્યૂડ ટેસ્ટ – ૨ (ગ્રુપ ડિસ્કશન)
લાવવા માટેના આવશ્યક દસ્તાવેજો
પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
ધોરણ ૧૦ તથા ઉચ્ચ અભ્યાસની માર્કશીટ
ડોમિસાઇલ સર્ટિફિકેટ
NCC સર્ટિફિકેટ (હોઈ તો)
સરકારી કર્મચારી/વાયુસેનામાં સેવા આપતા જવાનોના સંતાનો માટે જરૂરી પ્રમાણપત્ર
સરકારી કર્મચારીઓ માટે NOC સર્ટિફિકેટ
જો હાથ પર ટેટૂ હોય તો તેનું પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ
વધારાની સુવિધાઓ
વડોદરા જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્થાનિક ઉમેદવારોને ત્રીસ દિવસની વિનામૂલ્યે નિવાસી તાલીમ
જિલ્લા તંત્ર દ્વારા મંડપ, વીજળી, પીવાનું પાણી, રિફ્રેશમેન્ટ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ટ્રાન્સલેટર શિક્ષક અને રાત્રિ રોકાણ જેવી જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાશે.
📌 વિગતવાર માહિતી માટે :
વાયુસેનાની ઓફિશ્યલ વેબસાઈટ – https://agnipathvayu.cdac.in
વડોદરા જિલ્લા રોજગાર કચેરી – સંપર્ક : મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ
🖊️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ