વડોદરામાં ધારાસભ્ય શૈલેષ મહેતાના સૂચનથી કિલ્લા અને તળાવના વિકાસ કાર્યોમાં તેજી.

વડોદરા

દર્ભાવતી નગરીમાં આવેલ પૌરાણિક મૂલ્ય ધરાવતો જૂનો કિલ્લો, ગઢ ભવાની માતાનું મંદિર સરકાર દ્વારા 2 કરોડ 10 લાખ અને તળાવ નાં વિકાસ માટે 3 કરોડ 50 લાખ રૂપિયાના ફંડ ફાળવવામાં આવ્યા છે. ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રવાસન સમિતિની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેમાં વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર મામલતદાર ડી બી ગ્રામીત અને જિલ્લા કલેકટર બીજલ શાહ હાજર રહ્યા હતા. સમિતિની બેઠકમાં આ વિકાસ કાર્યોની પ્રગતિ અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં આધુનિક સવલતો સાથે મંદિરમાં યાત્રાળુઓ માટે સુવિધાઓ તેમજ તળાવની સાફસફાઈ અને સુંદરતા માટે પણ પ્રયાસો હાથ ધરાશે.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)