વનવાસી કલ્યાણ પરિષદ જુનાગઢ એકમ દ્વારા ઉત્તર ગુજરાતના વનપ્રદેશના વન બાંધવો માટે બે દિવસમાં ચાર મેડિકલ કેમ્પ યોજાશે.

જુનાગઢ

જુનાગઢ વનવાસી કલ્યાણ પરિષદ એકમ દ્વારા પ્રતિ વર્ષ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઉત્તર ગુજરાતના વન ક્ષેત્રમાં વસતા વનબાંધવોના આરોગ્યની ખેવના કરવા માટે બે દિવસ સુધી આરોગ્ય ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારો બાદ જૂનાગઢના તબીબો અને સેવાભાવી સ્વયંસેવકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વન ક્ષેત્રમાં વસતા વનવાસી બાંધવો માટે આરોગ્ય ચિકિત્સા શિબિર બે દિવસ સુધી ચાર મેડિકલ કેમ્પ દ્વારા હાથ ધરવામાં આવનાર હોય, આ આયોજનમાં જૂનાગઢ જિલ્લા વનવાસી કલ્યાણ પરિષદના જિલ્લા અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ સોજીત્રા,મેડિકલ કેમ્પના સંકલનકાર ડો.મુકેશ પાનસુરીયા ડો. પિયુષ વડાલીયા, ડો.ભરત વોરા, ડો.નિકુંજ ઠુંમર, ડો. કેવિન ચોવટીયા, ડો.દિપક ભલાણી, ડો.ચિરાગ પાનસુરીયા, ડો.જયશ્રીબેન બારડ, ડો. દિનેશ સોંદરવા, ડો.જયદિપ ટીલાળા, ડો.મહેન્દ્ર તારપરા, ડો. હર્ષલ ઉસદડીયા, સહિત જુનાગઢના ખ્યાતનામ તબીબો સેવા ભાવ સાથે પોતાનાં સમયદાન સાથે પોતાનું કર્તવ્ય સમજીને વન ક્ષેત્રના વનવાસી પરિવારોની આરોગ્ય સેવા માટે આગામી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના અઠવાડિયામાં ચિકિત્સા શિબિર મા જોડાશે.

પ્રતિવર્ષ થતા મેડિકલ કેમ્પના અનુભવોના વાર્તાલાપથી જૂનાગઢના પ્રબુદ્ધ નગરજનોને આ સેવામાં રસ જાગતા આ વખતે પ્રતિદિન બે મેડિકલ ટીમ મેડિકલ કેમ્પનું આયોજન કરી બે દિવસમાં ચાર જગ્યાએ આશરે ૫૦ જેટલા ગ્રામીણ ક્ષેત્રોમાં વસતાં વનબાંધવોના પરિવારો ને ચીકીત્સા કેમ્પ નો લાભ મળી રહે તેમ બૃહદ ફલકમાં શિબિર કરવાનું આયોજન કરવા જઈ રહી છે. ત્યારે જૂનાગઢ વનવાસી કલ્યાણ પરિષદના સૌ કાર્યકર્તાઓની સેવા ભાવનાને જુનાગઢ નગરજનો બિરદાવી રહ્યા છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)