વરાછા કો-ઓપ. બેંકને નેશનલ લેવલે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન.

સુરત: ગુજરાતની અગ્રગણ્ય ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ ફરી એક વાર પોતાની સિદ્ધિઓનો પરચો ફેલાવ્યો છે. બેન્કિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બેંકને એકસાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે.

ગોવામાં તા. 18 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલા ફ્રન્ટિયર્સ કો-ઓપ. બેંક એવોર્ડ – 2025 (FCBA) સમારંભમાં વરાછા બેંકને લાર્જ UCB કેટેગરીમાં “Best NPA Management” અને “Best LOS/LMS Transformation” એમ બે એવોર્ડ એનાયત કરાયા હતા.

આ ભવ્ય સમારંભમાં ભારતભરની 582 સહકારી બેંકોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારી બેંકોને સન્માનિત કરવામાં આવી હતી. આ અવસરે RBIનાં અધિકારીઓ, દેશભરના સહકારી બેંક હોદ્દેદારશ્રીઓ અને બેન્કિંગ ક્ષેત્રનાં અગ્રણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

વરાછા બેંક તરફથી ડિરેક્ટરશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા, ડિરેક્ટરશ્રી રાજેન્દ્રભાઈ બાંભરોલીયા, અસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી શૈલેષભાઈ ભૂત તથા અસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી બીપીનભાઈ ચોવટિયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.

બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરાએ આ સિદ્ધિને સમગ્ર વરાછા બેંક પરિવારને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે:
“નવરાત્રીના પાવન પ્રસંગે મળેલો આ એવોર્ડ અમારા ડિરેક્ટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સ્ટાફ, સભાસદો તથા ખાતેદારોની અખંડ નિષ્ઠા અને અવિરત મહેનતનું પ્રતિબિંબ છે. નેશનલ કક્ષાએ મળેલો આ માન્ય એવોર્ડ અમારો આત્મવિશ્વાસ વધારનાર અને ભવિષ્યમાં પ્રેરણારૂપ બનશે.”

ચેરમેનશ્રીએ અંતે વરાછા બેંક સાથે સંકળાયેલા તમામને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.


📌 અહેવાલ: સુરત પ્રતિનિધિ