
વલસાડ, તા.૫:
વલસાડ રેલવે જિમખાના મેદાનમાં યોજાયેલ યુનાઈટેડ ઢોડિયા કપ-2025 ઓલ ઇન્ડિયા ઓપન સીઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં RR Brothers Eleven ટીમે હેનીલ આર્મી સામે સ્ફૂર્તિક પર્ણ મુકાબલામાં છેલ્લા બોલે 4 રનથી વિજય મેળવી ચેમ્પિયન બનેલા છે.
આ દ્વિદિવસીય ટૂર્નામેન્ટ યુનાઈટેડ ઢોડિયા ગ્રુપ મેમ્બર્સ દ્વારા ઢોડિયા સમાજના યુવાનોમાં એકતા અને રમતગમત પ્રત્યે ઝુકાવ વધે તે હેતુથી આયોજિત કરવામાં આવ્યું હતું.
ફાઇનલ મેચ અંતે વિવિધ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી જેમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારીના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલ, જેટકો વાપીના ડેપ્યુટી ઈજનેર વિરલ પટેલ અને અનેક ડૉક્ટર તથા સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.
વિશેષરૂપે, પહલગામ હુમલાના 26 શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે યુનાઈટેડ ઢોડિયા ગ્રુપના ભાવેશ, હિમાંશુ, હિતેશ, મેહુલ, રિકેન, અનિરુદ્ધ, મયુર, વિમલ (દાદુ), જીતુ, સુનિલ, વિવેક (બાબુ), રાહુલ, અજય, પ્રિન્સ, જય, જયમલ સહિતના સભ્યોએ ભારે મહેનત અને સંકલન કર્યું હતું.
અહેવાલ: વિશાલ પટેલ, વલસાડ