વારલી મટકાનો જુગાર રમતો ઇસમ રંગે હાથ ઝડપાયો, ₹12,710 રોકડ સહિત સાહિત્ય કબજે — ભાવનગર એલસીબીની અસરકારક કાર્યવાહી.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલના સૂચન હેઠળ જુગાર અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

તા. 18/06/2025ના રોજ ભાવનગર એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા અને તેમની ટીમ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળતાં નવી જાપા, ગોપનાથજીના ડેલા નજીક એક શખ્સ લોકો ભેગા કરી વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે તેવી માહિતી મળતા તુરંત રેડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કાયદેસર કામગીરી દરમ્યાન કલ્પેશ ઉર્ફે લાલો ઉર્ફે લોબડી રામજીભાઈ ચૌહાણ (ઉ.વ. 39, રહે. યોગેશ્વર એપાર્ટમેન્ટ, વીટીનગર, મહુવા)ને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી વર્ણિત સ્થળે બ્રાઉન અને સફેદ રંગના ટી-શર્ટ તથા સ્કાય બ્લૂ પેન્ટ પહેરીને જુગાર રમાડી રહ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી વરલી મટકાના આંકડા લખેલ સાહિત્ય, પેન અને ₹12,710 રોકડ મળી કુલ ₹12,710 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ આરોપી વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.

આ કામગીરીમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા સ્ટાફ:
અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર સહિતની ટીમે તત્પરતા દર્શાવી કામગીરી સફળ બનાવી હતી.

અહેવાલ: સતાર મેતર, (ભાવનગર)