વેરાવળ, 05 માર્ચ 2025
વેરાવળમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર ડી.ડી. જાડેજાની અધ્યક્ષતા હેઠળ સમિક્ષા બેઠક યોજાઈ, જેમાં ૧૫% વિવેકાધિન, ૫% પ્રોત્સાહક, ધારાસભ્ય ફંડ, રાષ્ટ્રીય પર્વ ઉજવણી અને એ.ટી.વી.ટી. યોજના હેઠળના કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી.
આ બેઠક તા. 03 માર્ચ, 2025 ના રોજ સાંજે 5:00 વાગ્યે યોજાઈ, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ હાજર રહ્યા. બેઠકમાં આદેશ આપવામાં આવ્યો કે 31 માર્ચ 2025 સુધીમાં તમામ કામો પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરવું.
📍 લોકેશન: વેરાવળ | અહેવાલ: પ્રકાશ કારાણી