વિજલપોર લક્ષ્મી નગર 1 માં 10 વર્ષથી રહેતા મકાન માલિકોની સમસ્યા

બિલ્ડરો દ્વારા રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોએ સરકારને લગાવી ગુહાર

વિજલપોર શહેરની લક્ષ્મી નગર ૧ સોસાયટીમાં રહેતા મકાન માલિકો બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સોસાયટીમાં 10 વર્ષથી રહેતાં રહેવાસીઓએ જણાવ્યું છે કે સ્થાનિક બિલ્ડરોએ સોસાયટીની પ્રવેશ માર્ગને બંધ કરી દીધું છે, જેના પરિણામે તેમને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓએ જણાવ્યું કે, “હવે અમને બહાર જવા માટે લાંબો રાન્ડ લઈને જવું પડે છે. રોજિંદા કામ માટેની સુવિધાઓ પણ હવે અમારી પહોંચની બહાર છે.

માત્ર બાઈક જઈ શકેએટલો રસ્તો હોવાથી પાલિકાના ડોર ટુ ડોર કચરા, ડ્રેનેજની ગાડીઓ પણ આવતી નથી સાથે કોઈ ભયાનક ઘટના, અકસ્માત થાય ત્યારે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ વિગેરે પણ આવી શકે એમ નથી” તેમણે વધુમાં જણાવ્યું કે રસ્તો બંધ કરવો અમારે માટે અત્યંત કષ્ટદાયક છે અને અમે સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ. બિલ્ડર દ્વારા હાલમાં રસ્તો બંધ કરી દેવાતા રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને આ રસ્તો ચાલુ કરવા બિલ્ડર્સ દ્વારા ૧૪ લાખ જેટલી મોટી રકમ માંગવામાં આવી છે લક્ષ્મી નગર ૧ માં છેલ્લાં ૧૦ વર્ષો થી રહેતા આવેલા સોસાયટીના સભ્યોએ સ્થાનિક પ્રશાસનને ફરિયાદ કરી છે

આ રસ્તો હાલ સુધી ચાલુ હતો પરંતુ બિલ્ડર દ્વારા પરમિશન માં 24 મકાનો બતાવવામાં આવ્યા છે? સ્થળ ઉપર 25 જેટલા મકાનો બનાવી ભારે ગોબાચારી કરવામાં આવી છે? સ્થળ ઉપર પ્રશાસન દ્વારા બાંધકામની જગ્યા ઉપર સર્વે કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે! બિલ્ડર દ્વારા અહી સ્થાનિકોને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી રહી છે? હું ભાજપ માં છું બધા અધિકારીઓને મારા ખિસ્સામાં મૂકું છું? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ મારા વિરુદ્ધ કોઈ કંઈ કરી શકે નહિ! હવે સ્થાનિકોને આક્ષેપ સાચો સાબિત થઈ રહ્યો છે પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યાં નથી રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કરવાનો પણ નિર્ણય લીધો છે જો કે તેઓ આશા રાખે છે કે સરકાર તેમનાં પ્રશ્નોને ગંભીરતાથી લેશે અને યોગ્ય કાર્યવાહી કરશે.


અહેવાલ: બ્યુરો રિપોટ (નવસારી)