
📍 મુખ્યાં સમાચાર | ભાવનગર🎙 અહેવાલ: સતાર મેતર, ભાવનગર
📰 વિગતવાર સમાચાર:
ભાવનગર શહેરમાં આજે સ્થાનિક ક્રાઈમ બ્રાંચે દારૂના મોટા જથ્થા સાથે એક ફોર વ્હીલ ઝડપતી કાર્યવાહી કરી છે. એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કવોડે મળીને કાર્યરત ટીમે, ગુપ્ત માહિતીના આધારે મીણબતી સર્કલ નજીકથી RJ-04-CC-5051 નંબરની સફેદ બ્રેજા ગાડીમાંથી ₹8,25,726/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
📌 દારૂની વિગતો:
🔹 Officer’s Choice Classic Whisky – 50 બોટલ ₹22,750/-
🔹 White Lace Vodka Orange (180ml) – 1102 બોટલ ₹96,976/-
🔹 Kingfisher Beer (500ml) – 48 ટીન ₹6,000/-
🔹 બ્રેજા ફોર વ્હીલ – અંદાજિત કિંમત ₹7,00,000/-
💬 આરોપી:
જયેશભાઈ વલ્લભભાઈ રાઠોડ, રહે. દેસાઇનગર, ભાવનગર – હાલ ફરાર, શોધખોળ ચાલુ
👮 કામગીરીમાં જોડાયેલ સ્ટાફ:
પો.ઇન્સ. એ.આર.વાળા, પો.ઇન્સ. પી.બી.જેબલીયા
સ્ટાફ: અરવિંદભાઇ મકવાણા, ભૈયપાલસિંહ ચુડાસમા, ચંદ્રસિંહ વાળા, અલ્ફાઝભાઇ વોરા
⚖️ કાયદાકીય પગલાં:
આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📢 વિશેષ નોંધ:
આ કેસ ફરી એકવાર બતાવે છે કે, સ્થાનિક પોલીસ અને એલ.સી.બી. તંત્ર દારૂની હેરાફેરી સામે ચાંપતી નજર રાખી કડક કાર્યવાહી કરી રહી છે.