વિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ બ્લોકના કારણે પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેનની 4 ટ્રીપ રદ!!


👉 પોરબંદર: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના વિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇન માટે કનેક્ટિવિટી કામ ચાલી રહ્યું છે. આ એન્જિનિયરિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનની કેટલીક ટ્રીપ રદ કરવામાં આવી છે.

➡️ 📅 રદ કરાયેલી ટ્રેનો:
🚫 ટ્રેન નંબર 12905 (પોરબંદર → શાલીમાર)

  • રદ તારીખો:
    • 09/04/2025
    • 10/04/2025
    • 16/04/2025
    • 17/04/2025

🚫 ટ્રેન નંબર 12906 (શાલીમાર → પોરબંદર)

  • રદ તારીખો:
    • 11/04/2025
    • 12/04/2025
    • 18/04/2025
    • 19/04/2025

➡️ 🚉 મુસાફરો માટે સૂચના:
👉 મુસાફરોને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુસાફરી આયોજન માટે સમયસર ચેક કરવાનું અનુરોધ.
👉 રદ થયેલી ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગત માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવી.

➡️ 🚆 રેલ્વે તંત્ર દ્વારા ખેદ વ્યક્ત:
👉 રેલ્વે તંત્રએ આ મુશ્કેલી માટે મુસાફરોને ખેદ વ્યક્ત કર્યો છે અને મુસાફરોને રાહત આપવા માટે વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.

➡️ 📣 મુસાફરોને અનુકૂળતા માટે રેલવે તંત્ર દ્વારા સહકાર અપાશે

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ