અત્રે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ગાંધીનગર અને ડો. સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે વિવેકાનંદ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની પ્રાચીન રમતોત્સવ દ્વારા ઉજવણી કરાઈ હતી. જેમાં કાર્યક્રમનો આરંભ સર્વધર્મ પ્રાર્થનાથી થયો હતો. ઉપસ્થિત મહેમાનો ઝોન સંયોજકશ્રી મેહુલભાઈ ડોડીયા, સંયોજક શ્રી કેતનભાઇ નાંઢા અને મહાનગર સંયોજક શ્રી કેવિનભાઈ અકબરીનું સ્વાગત સંસ્થાની પરંપરા મુજબ સંસ્થાના આચાર્યશ્રી ડો. બલરામ ચાવડાએ એમના સૌજન્યથી પ્રગટ થયેલી પુસ્તિકા “પુણ્ય શ્લોક લોકમાતા દેવી અહલ્યાબાઈ હોલકર” દ્વારા કર્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય શ્રી ડો. બલરામ ચાવડાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિવેકાનંદના યુવા ભારતના સ્વપ્નને યાદ દેવડાવી સૌને એ દિશામાં પ્રવૃત્તિશીલ બનવા અને યુવા જાગૃતિ માટે આહવાન કર્યું હતું એમણે પ્રાચીન ભારતની ધરોહર અને વિસરતા ગામડાને યાદ કરી સૌને પોતિકાપણાની યાદ અપાવી હતી એમણે શરીર સૌષ્ઠવ પ્રત્યે સૌને જાગૃત બનવા અપીલ કરી હતી એમણે કોલેજ જીવનને યાદગાર બનાવવા માટે અને અભ્યાસ અને શિસ્ત દ્વારા સમાજનું નિર્માણ કેમ કરી શકાય એનો પાયાનો ખ્યાલ આપ્યો હતો અને વિવેકાનંદને પ્રાચીન ભારતનું ગૌરવ કહી બિરદાવ્યા હતા.
ઝોન સંયોજક શ્રી મેહુલભાઈ ડોડીયા એ વિવેકાનંદ અને યુવાનો વિશે વાત કરી હતી સંયોજક શ્રી કેતનભાઇ નાંઢાએ સંસ્થાની વિદ્યાર્થીનીઓને આપણી પ્રાચીન રમતો ‘રસ્સા ખેંચ’, ‘લીંબુ ચમચી’, ‘લંગડી’ અને ‘સંગીત ખુરશી’ના માધ્યમથી પ્રોત્સાહિત કરી ઉત્સવ જેવું વાતાવરણ ખડું કર્યું હતું. મહાનગર સંયોજક શ્રી કેવિનભાઈ અકબરીએ ઉપસ્થિત રહી ભાગ લેનાર બહેનોને બિરદાવી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિજેતા થયેલી બહેનોને રાજ્ય સરકાર તરફથી સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. સમગ્ર ઉપક્રમ અને કાર્યક્રમનું સંચાલન શ્રી નયનાબેન ગજજરે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના અધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી, આ સમગ્ર કાર્યક્રમ માટે સંસ્થાના પ્રણેતા અને કર્મઠ આગેવાન શ્રી જવાહરભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમનું સમાપન સંસ્થાની પરંપરા મુજબ સ્મરણાંજલિ ગાનથી થયું હતું. કાર્યક્રમનું સમાપન અને આભારવિધિ અધ્યાપક ડો. નરેશભાઈ સોલંકીએ કર્યું હતું. આ રમતોત્સવમાં સંગીત ખુરશીમાં પ્રથમ ક્રમે વાણવી કશીશ, દ્વિતીય ક્રમે ચૌહાણ હીના, અને તૃતીય ક્રમે ચુડાસમા મીશા, રસ્સા ખેંચમાં પ્રથમ ક્રમે લખધર જાનવી, દ્વિતીય ક્રમે સરકાર રિજિયા અને તૃતીય ક્રમે સેજપાલ હિરલ, લીંબુ ચમચીમાં પ્રથમ સ્થાને સોલંકી અંકિતા, દ્વિતીય ક્રમે હરિયાણી પૂજા, તૃતીય ક્રમે આરદેશણા વેણુ અને પટોડીયા બંશી તેમજ લંગડી દોડમાં પ્રથમ ક્રમે દયાતર નયના, દ્વિતીય ક્રમે ભટ્ટી સોનલ અને તૃતીય ક્રમે વાદી જાગૃતિ અને ભજગોતર હર્ષા વિજેતા થયા હતા જેમને ખાસ ભેટ આપી અને બિરદાવાયા હતા. આ આયોજન બદલ સંસ્થાના વડા શ્રી જવાહરભાઈ ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતાં
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)