વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રીજીયનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન કાર્યક્રમ

રાજકોટ, 24 એપ્રિલ 2025:
વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ-2025 નિમિત્તે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રીજીયનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા 26 એપ્રિલે સવારે 11:00 થી બપોરે 1:30 સુધી વિશિષ્ટ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં GUJCOSTનો સહયોગ મળ્યો છે અને તેનો મુખ્ય ઉદ્દેશ બૌદ્ધિક સંપદાની કાનૂની અને વ્યાવસાયિક સમજ આપવો છે. કાર્યક્રમમાં બે મહત્વપૂર્ણ વિષયોએ ધ્યાન કેન્દ્રિત કરાયું છે – IPRના મૂળભૂત તત્વો અને પેટન્ટની કેસ સ્ટડીઝ સાથે કોમર્શિયલાઈઝેશનના અવકાશો.

વિશિષ્ટ ઉપસ્થિતિમાં એડ. હર્પ્રીત બેન્કર અને એડ. ધરતી શાહ મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપશે.
વિદ્યાર્થીઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ સ્થાપકો, ઉદ્યોગકારો તથા કાયદા ક્ષેત્રના વ્યવસાયિકો માટે આ કાર્યક્રમ ખુબ જ લાભદાયક રહેશે.

પ્રવેશ મફત છે, ફક્ત સાયન્સ સેન્ટરની એન્ટ્રી ટિકિટ લેવી ફરજિયાત રહેશે.
વિચારથી બજાર સુધી – વિચારને સુરક્ષિત અને વ્યવસાયિક બનાવવાની દિશામાં એક ઊંડી ઝાંખી આપતો આ કાર્યક્રમ સૌ માટે ખુલ્લો છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ