“વિશ્વ હૃદય દિવસ” નિમિતે મહાનગરપાલિકા જુનાગઢ પોલીસ તથા આયુષ સુપર સ્પેસ્યાલીટી હોસ્પીટલના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન.

જૂનાગઢ

“આયુષ સુપર સ્પેસ્યાલીટી હોસ્પીટલ, મહાનગર પાલિકા (સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત), તથા જુનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે તા.૨૯/૦૯/૨૦૨૪ ને રવિવારે સવારે ૦૬.૦૦ થી ૦૯.૦૦ “વિશ્વ હૃદય દિવસ” નિમિતે આપણા ગુજરાત રાજ્ય માં હૃદયરોગમાં થતા વધારાને ધ્યાને રાખી માનવ સ્વાસ્થ્ય સારૂ બની રહે અને જુનાગઢના લોકો માં તે વિષે જાગરૂકતા ફેલાય એવા હેતુથી, ૫ કિમી મેરેથોન દોડ “દોડો દિલ સે” નું આયોજન કરેલ છે,

આ દોડ ભવનાથ મહાદેવ મંદિર પાસે જુના અખાડાની બાજુમાં આવેલ સ્ટેજની સામેથી દોડની શરૂઆત કરી દામોદર કુંડ પછી પાજનાકા સુધી ૨.૫ કિમી, અને ત્યાંથી પરત સ્ટેજ સુધી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા રસ્તામાં “વિશ્વ હૃદય દિવસ” ને અનુરૂપ બેનરો લગાડવામાં આવશે. આ મેરેથોન દોડ માટે વય જૂથ નીચે મુજબ છે

કેટેગરી:-મહિલાઓ/પુરૂષો:-૧૧ થી ૧૮ વર્ષ/૧૯ થી ૩૫ વર્ષ,૩૬ થી ૫૦ વર્ષ /૫૧ અને તેથી વધુ તમામ.

સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા તમામ કેટેગરીના સ્પર્ધકો પૈકી પ્રથમ -રૂ. ૧૦૦૦૦/- , દ્વિતીય રૂ.૫૦૦૦/- તૃતીય- રૂ.૩૦૦૦/- તથા તમામને સર્ટીફીકેટ આપવામાં આવશે. સ્પર્ધા પહેલા તમામ સ્પર્ધકોને વ્હાઈટ ટીશર્ટ આપવામાં આવશે જે પહેરવું ફરજિયાત રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)