
વિસાવદર :
વિસાવદરના એ.એસ.પી. રોહિતકુમાર ડાંગર સાહેબની ઉદ્દાત પહેલ હેઠળ, આજે ચાપરડા ખાતે એ.એસ.પી. કચેરી, વિસાવદર પોલીસ સ્ટેશન તથા આસપાસના વિસ્તારોમાં આવતા અરજદારો, આશ્રમના યાત્રાળુઓ, હોસ્પિટલના દર્દીઓ અને રાહદારીઓ માટે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ રહે તે હેતુથી પાણીની નાઈંદો મુકાઈ છે.
તે જ રીતે, આ કાળઝાળ ગરમીના દિવસોમાં પશુપંખીઓ માટે પણ પાણીના કુંડાની વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે, જેથી જીવોને તરસમાંથી રાહત મળી રહે.
વિસાવદર પોલીસે લોકોને પીવાનું પાણી મળતું રહે અને સેવા કાર્યથી માનવતા જીવંત રહે તે હેતુથી આ સુંદર પહેલ કરી છે, જે માટે લોકો તરફથી ખુબજ પ્રશંસા થઈ રહી છે.
અહેવાલ : આસીફ કાદરી, વિસાવદર