વિસાવદર ખાતે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો, વિદ્યાર્થીઓ અને સ્ટાફની સક્રિય હાજરી

વિસાવદર ખાતે આજે 21મી જૂને 10મો વિશ્વ યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ કાર્યક્રમ સરકારી હોસ્પિટલ, વિસાવદરના એન.સી.ડી. સેલ દ્વારા નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં નગર પંચાયત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એન.સી.ડી. સ્ટાફ તથા શાળાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને યોગની વિવિધ ક્રિયાઓમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

યોગ દિન દરમિયાન તજજ્ઞો દ્વારા યોગાસનો તથા તેમના આરોગ્યલાભ અંગે માહિતી આપવામાં આવી હતી. શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગનો નિયમિત અમલ કેટલો અગત્યનો છે તે અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગીતા નોંધાવી હતી.

📍 અહેવાલ : આસીફ કાદરી, વિસાવદર