
વિસાવદર :
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ અને વિસાવદર પોલીસના સંયુક્ત ઉપક્રમે મુનિઆશ્રમ રોડ પર એક સુંદર અને સેવા ભાવનાથી ભરેલું આયોજન કરવામાં આવ્યું.
વિસાવદરના એ.એસ.પી. રોહિતકુમાર ડાંગર તથા પી.આઈ. રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ, ગણપતિ ઉત્સવ સમિતિના અગ્રણીઓ ગિજુભાઈ વિકમા, સુરેશભાઈ સાદરાણી અને વિસાવદરના જાણીતા એડવોકેટ નયનભાઈ જોશીની ખાસ ઉપસ્થિતમાં પક્ષીઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે હેતુથી પાણીના કુંડા તથા નાંઈદો મુકવામાં આવ્યા.
આ વ્યવસ્થાથી હવે અરજદારો, રાહદારીઓ અને ખાસ કરીને પક્ષીઓ માટે પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે પી.એસ.આઈ. લાલકા તથા પી.આઈ. રાણા સાહેબ પણ હાજર રહ્યા હતા અને લોકોને પ્રેરણા પૂરું પાડતા, સંદેશો પણ પાઠવ્યા કે ગરમીના દિવસોમાં પશુપંખીઓ માટે સહાનુભૂતિપૂર્વક આગળ વધવું જરૂરી છે.
આ સુંદર સેવા કાર્ય વિસાવદરના લોકોમાં ખૂબ જ પ્રશંસનીય બન્યું છે.
અહેવાલ: આસીફ કાદરી, વિસાવદર