જૂનાગઢના વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી તથા એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા વિશ્વ ઝુનોસીસ દિવસ ૨૦૨૫ની આગોતરી ઉજવણી તારીખ ૫ જુલાઈના રોજ યોજાઈ હતી.
ઝુનોસીસ દિવસનો ઉદ્દેશ પશુઓમાંથી માનવીમાં ફેલાતા ચેપી રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો છે. લુઈ પાશ્ચરે હડકવા સામેની રસી શોધી હતી તેના સન્માનમાં ૬ જુલાઈને દર વર્ષે વિશ્વ ઝુનોસીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ અવસરે કોલેજના અંદાજે ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ, આચાર્ય ડો. દિનેશ ડઢાણીયા તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. એમ. આર. ગડરિયા દ્વારા ઝુનોસીસ રોગોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડૉ. જે.બી. કથિરીયાએ રોગોનું ફેલાવ અને અટકાવ અંગે માર્ગદર્શન આપ્યું, જ્યારે ડૉ. પ્રાકૃતિક ભાવસારે ખોરાક દ્વારા ફેલાતા રોગો અંગે માહિતી આપી હતી. ડૉ. એસ.એચ. સિંધીએ વિભાગીય વિગતો આપી અને અંતે આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં બંને સંસ્થાના અધ્યાપકગણ અને સ્ટાફે સહયોગ આપી ઉજવણી સફળ બનાવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ