પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, કૃષિ કેમ્પસ, જૂનાગઢ નાં લાઈવસ્ટોક પ્રોડકટસ ટેકનોલોજી વિભાગ દ્વારા તા. ૨૬/૧૧/૨૦૨૪ ના રોજ “નેશનલ મિલ્ક ડે – ૨૦૨૪” અને “સંવિધાન દિવસ – ૨૦૨૪” ની ઉજવણી કરવામાં આવેલી.
આ કાર્યક્રમ વેટરનરી કોલેજના પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના વિધાર્થીઓ માટે પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજવામાં આવેલી. આ સ્પર્ધાઓમાં સ્નાતક કક્ષાના કુલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં ૧૮ વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર બનાવવામાં આવેલ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સહયોગી બનેલ.
નેશનલ મિલ્ક ડે ને ડૉ. વર્ગીસ કુરિયનના જન્મ દિવસ નિમિતે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનના ઘનિષ્ઠ પ્રયત્નોથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે. તેઓને પદ્મશ્રી,પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તેમજ વૈશ્વિક સ્તરે વર્લ્ડ ફૂડ પ્રાઈઝ, મેગ્સેસેય જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત થયેલા હતા. વધુમાં તા. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ભારતના સંવિધાનની રચના કરવામાં આવેલી. જેની યાદમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
નેશનલ મિલ્ક ડે અને સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આચાર્ય શ્રી ડો. પી.એચ. ટાંક તથા ડો. ડી.ડી. ગર્ગ, સહ પ્રાધ્યાપક ના વડપણ હેઠળ ડો. એ.આર. બારીયા, અને ડો. અજય એસ. પટેલ, મદદ. પ્રાધ્યાપક દ્વારા પોસ્ટર મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. એ.બી. ઓડેદરા, એન.એન.એસ. ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને સંવિધાન દિવસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલી. જીસીએમએમએફના પ્રતિનિધિ દિનેશભાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)