વેરાવળ ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ: NCC કેડેટ્સ અને નાગરિકોને આપાતકાલીન વ્યવસ્થાની વ્યવહારિક તાલીમ

વેરાવળ, ૧૧ મે:

વહીવટી તંત્ર દ્વારા વેરાવળના સરદારસિંહ રાણા (KCC ગ્રાઉન્ડ) ખાતે નાગરિક સંરક્ષણ (Civil Defence) અંગેની મોકડ્રિલ યોજાઈ, જેમાં NCC કેડેટ્સ અને સામાન્ય નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેની જીવનદાયી માહિતી આપવામાં આવી.

મોકડ્રિલમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત અનેક અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.

પ્રમુખ તાલીમ વિષયો:

  • મિસાઇલ અથવા હવાઈ હુમલાની સ્થિતિમાં બચાવ પદ્ધતિઓ (ક્રાઉલિંગ, ફાયરમેન લિફ્ટ, ટૂ-મેન લિફ્ટ)
  • ઇમર્જન્સી કૉલ એક્ટિવેશન અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા માર્ગદર્શન
  • આરોગ્ય વિભાગ દ્વારા CPR (ચેસ્ટ કમ્પ્રેશન અને શ્વાસ પુનઃસ્થાપન) નું પ્રેક્ટિકલ ડેમો
  • ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટિંગ અને રેસ્ક્યૂ સાધનોનું જીવંત પ્રદર્શન

ફાયર વિભાગે હાઈડ્રોલિક કટર, રેમજેક, એરબેગ્સ, અને વોટર રેસ્ક્યૂ કીટ જેવા સાધનોનો ઉપયોગ કરી જીવ બચાવનારી કામગીરી કેવી રીતે થાય તે નિહાળાવ્યું.

અન્ય ઉપસ્થિત મહાનુભાવો: નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નેવલ ઓફિસર અક્ષય ઠક્કર તથા એન.સી.સી. કેડેટ્સ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.

આ પ્રકારની તાલીમોથી યુવાનો અને નાગરિકોમાં આપત્તિ સમયે શાંતિ અને સંયમ જાળવીને કાર્ય કરવાના ગુણો વિકસે છે અને લોકોને પોતાનું તેમજ અન્યનું જીવ બચાવવાની તત્પરતા મળે છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ