વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન સુધી દર શુક્રવાર અને રવિવારે રિશેડ્યૂલ રહેશે

રાજકોટ, તા. ૨૭ મે –
રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 5 કલાક 15 મિનિટનો બ્લોક લેવામાં આવતાં ભાવનગર મંડળની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ (ટ્રેન નં. ૧૯૧૨૦) દર શુક્રવાર અને રવિવારે ૩૦ મે ૨૦૨૫ થી ૨૭ જૂન ૨૦૨૫ સુધી વેરાવળ સ્ટેશનથી ૧ કલાક ૧૫ મિનિટ વિલંબથી પ્રસ્થાન કરશે.

આ ટ્રેનનો નિર્ધારિત પ્રસ્થાન સમય સવારે ૭:૩૦ વાગ્યે હોય છે, જ્યારે રિશેડ્યુલિંગ બાદ આ ટ્રેન સવારે ૮:૪૫ વાગ્યે વેરાવળથી નીકળશે. આ રદબદલ એન્જિનિયરિંગ વિભાગના બ્લોકને કારણે કરવામાં આવી છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, મુસાફરોને પ્રતિકૂળતા ન થાય તે માટે તેઓ ટ્રેનના નવા સમય અને સ્ટોપેજ અંગે www.enquiry.indianrail.gov.in પર જાંચ કરી શકે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ